ANGA AAGAM >> SAMAVAYANG SOOTRA
 

 

 

 

 

 

 

 

 

English

 

શ્રી સમવાયાંગ સુત્ર :

 

આ ચોથું અંગસુત્ર છે. આ શાસ્ત્રમાં પણ સંખ્યાની પ્રધાન તાએ  વિષય નિરૂપણ છે.

 

તેમાં એકથી સો સંખ્યક વિષયોનું ક્રમશ : કથન છે.  ત્યાર  પછી દોઢસો, બસો, લાખ, કોડ કોડ સંખ્યક વિષયોનું  સંગ્રહ છે. તતપશ્ચાત્ દ્વાદશાંગ ગણિપિટક  - બાર અંગ સુત્રોનૉ પરિચય , તીર્થકર, ચક્રવર્તી આદિ ઉત્તમ પુરુષોની નામાવલી, વગેરે વિષયો સંકલિત છે.

 

ઠાણાંગ  સૂત્રની  જેમ સમવાયાંગ સૂત્રમાં અધ્યયનની સંખ્યા નીશ્ચિત નથી. સંખ્યાની દ્રષ્ટિએ વિષયોનું વિભાજન હોવાથી વિષયોને સ્મૃતિમાં રાખવા સરળ બની જાય છે.

 

શ્રી સમવાયાંગ સુત્રોના વિષયમાં પણ  કોઈ કમ નથી.. વિવિધ વિષયો સંખ્યાની દ્રષ્ટીએ જ સંકલિત થયેલા છે.
શિષ્યોના અધ્યયનમાં ઠાણાંગ સૂત્ર અને સમાંવાયાંગ સુત્રનો સ્વાધ્યાય અત્યંત ઉપયોગી છે. આ બંને શાસ્ત્રોના વિષયોનો સમન્વય કરીને જે ધારણ કરે તેને શ્રુતસ્થવિરની પડવી અપાય છે.

 

શ્રી સમવાયાંગ સૂત્ર પણ જૈનદર્શનનો કોશ- ડીક્ષનરી છે.