- HOME
- |
- AAGAMS
- |
- AAGAM eBOOKS
- |
- CONTACT US
ANGA AAGAM >> GNATA DHARMA KATHA SOOTRA | |||||
|
|||||
શ્રી જ્ઞાતા ધર્મકથા સૂત્ર :
આ છઠ્ઠા અંગસુત્ર છે. તેના બે વિભાગ છે.
પ્રથમ વિભાગમાં જ્ઞાત એટલે પ્રસિધ્ધ કથાનકો છે અને બીજા વિભાગમાં દશ જીવન ચરિત્રરૂપ ઘટનાઓનો ઉદ્દેખ છે.
અધ્યયન ૧. : શ્રેણીકરાજાના પુત્ર મેઘકુમારના પૂર્વના ત્રણ ભવની ઘટનાનું કથન છે. તેમાં મુખ્યત્વે પૂર્વના હાથીના ભવમાં સસલાની દયાથી પોતે પીડા સહન કરી આ અનુંક્પાના ભાવથી મનુષ્ય જન્મ, મેઘકુમારના ભવમાં સંયમ સ્વીકાર, પરંતુ સંયમભાવથી પતિત, પ્રભુ મહાવીરના ઉપદેશે જાતિસ્મરણજ્ઞાન,, સંયમમાં સ્થિરતા સંયમ સાધના, ત્યાર પછી ક્રમશ : દેવ જન્મ, મનુષ્ય જન્મ અને મુક્તિ પ્રાપ્ત કરી.
અધ્યયન ૨. : ધન્ય સાર્થવાહ અને વિજયચોરના દ્રષ્ટાંતથી સંતોને શરીર ટકાવવા માટે અનાસક્તભાવે આહાર કરવાની હિતશિક્ષા આપી છે.
અધ્યયન ૩. : બે મિત્રોએ કરેલા મોરને ઈંડાના ઉછેરના દ્રષ્ટાંતથી શ્રધ્ધા જ સફળતાની માસ્ટર કી છે, તે સમજાવ્યું છે.
અધ્યયન ૪. : કાચબાના દ્રષ્ટાંતથી સાધકોને ઇન્દ્રિય સંયમણી પ્રેરણા આપી છે.
અધ્યયન ૫. : ગુરુ-શિષ્યના સંબંધથી સંબંધિત થાવચ્ચાપુત્ર અણગાર, શિષ્ય શુક્ર અણગાર, તેના શિષ્ય શૈલેક રાજષિના જીવન ચરિત્રનું વર્ણન છે તેમાં શૈલેક રાજષિ અને શિષ્ય પંથકના વ્યવહારથી ગુરુ-શિષ્યનો સંબંધ તથા સાધુ જીવનની પ્રમત-અપ્રમત અવસ્થા અને તેના ફળનું દિગ્દર્શન છે.
અધ્યયન ૬. : તુંબડાના દ્રષ્ટાતથી ભારે કામીˇ જીવો સંસારમાં ડૂબી જાય છે અને હળુકર્મી જીવ સંસાર સાગરને તરી જાયછે, તે સમજાવ્યું છે.
અધ્યયન ૭. : ધન્ય સાથવાહે તેની ચાર પુત્રવધુઓની કસોટી માટે આપેલા પાંચ-પાંચ ચોખાના દાણાના દ્રષ્ટાંતથી સાધકોને મહાવ્રતોના ભાવોમાં સંવધન કરવાની પ્રેરણા આપી છે.
અધ્યયન ૮ . : ઓગણીસમાં તીર્થકર મહત્રીનાથ ભગવાનના પુર્વભવ સહિતના ત્રણ ભાવનું વિસ્તૃત વર્ણન છે.
અધ્યયન ૯ . : જીનપાલ અને જિનરક્ષિત નામના બે ભાઈઓની કથા દ્વારા સંયમ સ્વીકાર કર્યા પછી કમભોગની સ્પૃહા દુ:ખની પરંપરાનું કારણ છે અને સ્પૃહાનો ત્યાગ દુ:ખ મુક્તિનું કારણ છે, તે સમજાવ્યું છે.
અધ્યયન ૧૦. : ચંદ્રની હાની-વૃધ્ધિ પામતી કળાઓના આધારે સાધકોને પ્રગતિશીલ રહેવાની પ્રેરણા આપી છે.
અધ્યયન ૧૧. : સમુદ્ર કિનારે થતા દાવદ્રવ વૃક્ષના દ્રષ્ટાંતથી સાધકોને આરાધક બનવા માટે સહનશીલતા અને સમતાગુણ કેળવવાની હિતશિક્ષા છે.
અધ્યયન ૧૨. : સુબુધ્ધિ પ્રધાન દ્વારા જીતશત્રુ રાજાને સમજાવેલા ગંદા પાણીના શુદ્ધિકરણના પ્રયોગ દ્વારા પદગુલ પર્યાયની ક્ષણીકતા અને પરિવર્તનશીલતાનું દર્શન કરાવી સાધકને તેમાં રાગ કે દ્વેષ ન કરવાનું સુચન છે.
અધ્યયન ૧૩ : 'જ્યાં પ્રીત ત્યાં ઉત્પત્તિ' સિધ્ધાંતને નંદમણિયાર શ્રેષ્ઠીન જીવનની ઘટનાથી સમજાવ્યો છે.
અધ્યયન ૧૪ : તેતલીપુત્ર અને પોટીલાના પ્રસંગ દ્વારા સંસાર ભાવોની આસકિતને તોડવા માટેની પ્રેરણા છે.
અધ્યયન ૧૫ : નાદીંફળના દ્રષ્ટાંન્તથી કામભોગની પ્રસંગ સક્તિ અને અનાસક્તિ ફળને પ્રદર્શિત કર્યું છે..
અધ્યયન ૧૬ : પૂર્વના ત્રણ ભાવ સહીત દ્રૌપદીન ચરિત્રનું વિસ્તૃત વર્ણન છે.
અધ્યયન ૧૭ : જાતિવાન અશ્વોના વ્યવહાર દ્વારા સ્વતંત્રતા અને સમાધિ પ્રાપ્ત કરવા માટે સાધકોને સાધુધર્મના આશ્રયે રહેવાની હિતશિxaa પ્રદાન કરી છે.
અધ્યયન ૧૮ : સુસમાં નામની શ્રેષ્ઠી કન્યાના જીવનની ઘટના સાધકોને શરીર ટકાવવા માટે અનાસક્ત ભાવે આહાર કરવાની પ્રેરણા આપી છે.
અધ્યયન ૧૯ : પુંડરીક અને કુંડરીક નામના બે ભાઈઓની કથાના માધ્યમથી સંયમ જીવનની સફળતા માટે કામભૉગની સ્પ્રુંહાના ત્યાગનું પ્રતિપાદન છે.
વિભાગ-૨ : દશે અધ્યયનોમાં ૨૦૬ ઇન્દ્રાણીઓના પૂર્વભવના જીવનનું વર્ણન છે. આ રીતે વિવિધ કથાઓ દ્વારા જૈનધર્મના મહત્વના સિધ્ધાંતો સરળ રીતે ઉજાગર કાર્ય છે.
| |||||