ANGA AAGAM >> UPASAK DASHANG SOOTRA
 

 

 

 

 

 

 

 

 

English

 

શ્રીપાસક્દશાંક સુત્ર :

 

આ સાતમું અંગ સૂત્ર છે.  તેના દશ અધ્યયનમાં દશ ઉપાસકો અર્થાત્ દશ  શ્રાવકોનું  જીવન ચરિત્ર છે.

 

તીર્થકરો  સાધુ -સાધ્વીજીઓની  ઉપાસના કરીને પોતાના જીવનનું  ઘડતર કરે, તેને ઉપાસક અથવા શ્રાવક કહે છે.

 

આ દશે શ્રાવકોને ગૃહસ્થ જીવન વ્યતીત કરતાં ભગવાન મહાવીરનો સમાગમ થયો, ભગવાનનો ધર્મોપદેશ સાંભળીને ધર્મશ્રધ્ધા પ્રાપ્ત કરી, ત્યાર પછી ભગવાનની આજ્ઞા અનુસાર પોતાના જીવનનો સમગ્ર વ્યવહાર સંયમિત અને નિયમિત બનાવ્યો અને ગૃહ્સ્થલધર્મ રૂપ શ્રાવકના બાર વ્રતનો સ્વીકાર કર્યો. દશે શ્રાવકોએ વ્રતપાલન દ્વારા ગૃહ્સ્થજીવનને સફળ બનાવ્યું.

 

આપણાં ૩૨ આગમગ્રંથોમાં ગૃહસ્થધર્મ, ગૃહસ્થો ધારણ કરી શકે તેવા શ્રાવાક્વ્રતોતથા ગૃહસ્થ જીવનના સમગ્ર વ્યવહારનું વિસ્તૃત વર્ણન માત્ર આ આગમમાં જ છે, તેથી આગમ ગૃહસ્થો માટે દીવાદાંડી  સમાન છે.