
ANGA AAGAM >> BHAGWATI SOOTRA | |||||
|
|||||
શ્રી ભગવતી સૂત્ર :
આ પાંચમું અંગસુત્ર છે.
પત્યેક આગમ પોતાના વિષયની દ્રષ્ટિ એ ઉત્તમ છે તેમ છતાં વિશાળતા, ગહનતા અને ગંભીરતાની દ્રષ્ટિએ શ્રી ભગવતી સૂત્ર મુઘૅન્ય સ્થાન ધરાવે છે. તેમાં શ્રી ગૌતમસ્વામી તથા અન્ય પ્રક્ષકારોએ પૂછેલા વિવિધ વિષયોને સ્પર્શતા ૩૬૦૦૦ પ્રશ્નો અને પ્રાય : પ્રભુ મહાવીરે આપેલા ઉત્તરો છે.
આ સૂત્રનું મૂળ નામ 'વ્યાખ્યાપ્રજ્ઞત્તિ સૂત્ર' છે. પરંતુ તેની વિશિષ્ટતા અને પુજ્નીયતાના કારણે તે ભગવતી સૂત્ર નામથી પ્રસિધ્ધ થયું છે. આ આગમમાં ૪૧ શતકો ,અવાંતર સતક સહીત ૧૩૮ શતક-અધ્યાયનો છે.
તત્વજ્ઞાન અને આચારનો સુભગ સમન્વય, આ આગમની વિશેષતા છે. કેટલાક તાત્વિક વિષયોને સમજાવવા ઐતીહાસિક ચરિત્રો ગૌશાલક ચરિત્ર, જમાલી ચરિત્ર, સ્કંધક સંન્યાસી, તામલી તાપસ, જયંતી શ્રાવિકા, રોહા અણગાર વગેરેના પ્રશ્નો, તુંગીયા નગરીના શ્રાવકોના પ્રશ્નો વગેરે વિષયો પાઠકોને ગહન તત્વોનો બોધ કરાવે છે.
પાંચ પ્રકારના ચરિત્ર, છ પ્રકારના નીગ્રંથોનું સ્વરૂપ, પચ્ચક્રખાણના ભેદ-પ્રભેદ,બાર પ્રકારના તપનું સ્વરૂપ વગેરે વિષયો આચાર વિશુદ્ધિનો માર્ગ પ્રસ્તુત કરે છે.
સૂર્ય-ચંદ્રને સ્પર્શતા કેટલાક વિષયો, જૈન ખગોળ અને કેટલાક ક્ષેત્રોને સ્પર્શતા વિષયો ભૂગોળને સ્પર્શે છે.
સંક્ષપમાં શ્રી ભગવતીસૂત્ર તત્વદ્ધીનો ભંડારરૂપ મહાગ્રંથ છે.
| |||||