ANGA AAGAM >> Acharang Sootra
 

 

 

 

 

 

 

 

 

English

 

શ્રી આચારંગ સુત્ર

શ્રી આચારંગ સુત્ર બાર અંગ સૂત્રોમાં પ્રથમ અંગસુત્ર  છે.    Aacaarao p`qamaao Qama- : આચાર પ્રધાન જૈનધર્મમાં શ્રી આચારંગસુત્ર ની પ્રધાનતા છે . તેના મુખ્ય બે વિભાગ છે બહ્યચર્ય વિભાગ અને આચાર ચુલા .

 

. બ્રમ્હચર્ય વિભાગ : તેના નવ અય્ધયન છે . કામુકતા તે જીવનો મહાદોષ છે . આચાર શુધ્ધિ માટે કામુકતાનો  ત્યાગ અને બ્રમ્હચર્યનું  પાલન અનિર્વાય છે . તેથી આ વિભાગમાં  તદુપયોગી  વિષયોનું વિવિધ પ્રકારે નિરૂપણ છે.

 

પ્રથમ અધ્યયનમાં આત્માની ઓળખાણ, તેની અનુભૂતિના ઉપાય તથા પૃથ્વી , પાણી, વાયુ, અગ્નિ , વનસ્પતિમાં આપણાં સમાન જીવ છે તે સિધ્ધ કરી    Aa%mavat\ sava-BautoYau    ની ભાવનાનો ઉદઘોષ કર્યો છે.                            

 

બીજા અધ્યયનમાં ઇન્દ્રિયો વિષયોની આસકીતરૂપ ભાવ્લોક કે આભ્યંતર સંસારની સ્થિતિ , સંબંધોની તથા  પદાર્થોની અનિત્યતા અને આશરણતાનું દર્શન કરાવી તેનો અનુરાગ છોડવાની પ્રેરણા છે.                               

 

ત્રીજા અધ્યયનમાં કર્મના ઉદયે થતી શીત - અનુકુળ અને ઉષ્ણ - પ્રતિકુળ પરિસ્થિતિમાં માનસિક સંતુલન રાખવાના ઉપાયોનું નિદર્શન છે. તે ઉપરાંત પ્રત્યેક જીવોને પોતાની આત્મશક્તિ ઉજાગર કરવાની પ્રેરણા આપી છે કે ," હે આત્મન ! તું જ તારો મિત્ર છે. તું જે ઈચ્છે છે તે તારામાં જ છે. તું બીજાની આશા છોડીને તારી શક્તિનો પરિચય કર ."

 

ચોથા અધ્યયનમાં અહિંસા ધર્મની સત્યતા અને શાશ્વતતાને સમજાવીને અહિંસાની આરાધના માટે સંયમ - તપની અનીર્વાયતાને પ્રગટ કરી છે.                                                                                                                                      

 

પાંચમાં અધ્યયનમાં લોકના સાર રૂપ ધર્મનું કથન છે. લોકોનો સાર ધર્મ છે. ધર્મનો સાર જ્ઞાન છે. જ્ઞાનનો સાર સંયમ,સંયમનો સર નીવાર્ણનો સર પરમ આનંદ છે. આ સારભૂત તત્વને પ્રાપ્ત કરવા ગુર્વાજ્ઞા પાલનને એક માત્ર લક્ષ બનાવી વાસનાને ઉપાસનામાં પરિવર્તિત કરવાની છે.

 

છઠાં  અધ્યયનમાં કમૅક્ષયની પ્રક્રિયામાં સમજણપૂર્વક દેહદમન, ઇન્દ્ગ્રયનીગ્રહ, વિવિધ તપસ્યા વગેરે પ્રયોગો બતાવ્યા છે.

 

સાતમું અધ્યયન શાસ્ત્ર લેખન કાળમાં નાશ પામ્યું છે.

 

આઠમાં અધ્યયનમાં કર્મથી મુક્ત થવાના ઉપાય રૂપે ત્રણ પ્રકારના સમાધિ મરણ ,તેની પૂર્વભૂમિકા રૂપે આહાર, ઉપધી અને અન્ય વ્યક્તિનો સંગ, વગેરેના ત્યાગની પ્રેરણા આપી છે.

 

નાવમાં અધ્યયનમાં સાધકોની સાધના માર્ગની શ્રદ્ધાને દ્રઢત્તમ બનાવવા માટે ભગવાન મહાવીરની સાધનાનું જીવંતદર્શન છે.                                                                                        

 

  આચાર ચુલા : આ વિભાગમાં સોળ અધ્યયન છે. તેમાં પંચમહાવ્રતધારી સંતોના આચાર- વિચારની મુખ્યતા છે. સંતોના આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર, સ્થાન આદી જીવન જરૂરિયાતોને પ્રાપ્ત કરવી, તેનો અનાસક્ત ભાવે ઉપયોગ કરવો, વગેરે ઉત્તમ વિવિધ કથન છે.

 

આ રીતે પ્રથમ બ્રહયચર્ય વિભાગમાં સાધકોના માનસિક વિચારોની શુદધી અને બીજા વિભાગમાં બાહ્ય આચારોની શુદધી માટે હિતશિક્ષાઓ આપી છે.