ANGA AAGAM >> Suyagadang Sootra
 

 

 

 

 

 

 

 

 

English

 

શ્રી સુયગડાંગ સુત્ર :

આ બીજું અંગ સુત્ર છે. તેના મુખ્ય બે વિભાગ અને ૨૩ અધ્યયન છે.

 

પ્રથમ અધ્યયનમાં પારદર્શનિકોની  વિચારધારાઓની વિસ્તૃત વર્ણન કર્યા પછી જૈનદર્શનની વિશેષતા પ્રગટ કરી બંધન - મુકિતના ઉપાયોનું કથન છે.

 

બીજા અધ્યયનમાં ૠષભદેવ ભગવાને પોતાના ૯૮ પુત્રોને શાશ્વત રાજયની પ્રાપ્તિ માટે આપેલો ઉપદેશ છે.

 

ત્રીજા અધ્યયનમાં સાધકોને આવતા વિવિધ ઉપસગૉ અને તેમાં સમભાવ કેળવાવનું સુચન  છે.

 

ચોથા અધ્યયનમાં સ્ત્રીનો સંસર્ગ, સ્ત્રીનો સહવાસ અને સ્ત્રી સ્વભાવ સાધુને કઈ  રીતે ચરિત્રથી ભ્રષ્ટ કરે છે તેનું કથન કરીને સ્ત્રી સંપર્કનો ત્યાગ કરવાની પ્રેરણા આપી છે.

 

પાંચમાં અધ્યયનમાં  નરકની વેદનાનું હ્રદયદ્રાવક વર્ણન છે.

 

છટ્ઠા અધ્યયનમાં વિવિધ ઉપમાઓ દ્રારા પ્રભુ વીરની સ્તુતિ છે.

 

સાતમાં અધ્યયનમાં સાધુઓની કુશીલતા અને સુશીલતાનું પ્રતિપાદન કરી કુશીલતાને ત્યાગ કરવાનો સંકેત છે.

 

આઠમાં અધ્યયનમાં વીર્ય એટલે આત્મશક્તિ કર્મબંધનું કે કર્મક્ષયનું કારણ કયારે બને છે, તેનું દિગદર્શન છે.

 

નવમાં અધ્યયનમાં લોકોતર શ્રુતધર્મ અને આચાર ધર્મની પ્રરૂપણા છે.

 

દશમાં અધ્યયનમાં  આત્માની પ્રસન્નતા અને ચિતની સ્વસ્થતારૂપ સમાધિ પ્રાપ્તિના ઉપાયોનું નિરૂપણ છે.

 

અગિયારમાં અધ્યયનમાં સમ્યક્દર્શન, સમ્યક્જ્ઞાન અને સમ્યાક્ચારિત્ર રૂપ મોક્ષ્માંર્ગાનું કથન છે.

 

બારમાં અધ્યયનમાં ક્રીયાવાદી, અક્રીયાવાદી, વિનયાવાદી અને અજ્ઞાનવાદીઓની એકાંત માન્યતાઓનું કથન કરી સાપેક્ષભાવે તેનો સ્વીકાર કરવાનું સુચન છે.

 

તેરમાં અધ્યયનમાં સાધુઓની જ્ઞાન, શીલ આદિ ગુણોનું અને અસાધુઓના સ્વરૂપનું યથાતથ્ય કથન છે.

 

ચૌદમાં અધ્યયનમાં કર્મગ્રંથીને  થોડવા માટે શિષ્યને ગુરુના આશ્રય રહેવાની પ્રેરણા આપી ગુરુકુલવાસનોમહિમા પ્રદર્શિત  કર્યો છે.

 

પંદરમાં અધ્યયનમાં સંસાર સાગરને તરવા માટે વૈરાગ્યવર્ધક અનીત્યાદી બાર ભાવનાઓ, મૈત્રી આદિ ચાર ભાવનાઓનું નિરૂપણ છે.

 

સોળમાં અધ્યયનમાં શ્રમણ, માહણ, ભિક્ષુ અને નીગ્રંથ આ ચાર પર્યાયવાચી શબ્દોની ભાવપ્રેરક  વિશેષતા પ્રગટ કરી છે.

 

સતારમાં અધ્યયનમાં કમળના રૂપક દ્વારા અનાસકત કે નિર્લેપ સાધકનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.

 

અઢારમાં અધ્યયનમાં તેર ક્રીયાસ્થાનોને સમજાવ્યા છે.

 

ઓગણીસમાં અધ્યયનમાં દરેક જીવોનો ઉત્પતિ સમયના આહારનું કથન છે.

 

વીસમા અધ્યયનમાં પચ્ચક્ખાણ ગ્રહણ કરવાની મહત્તા તથા પચ્ચક્ખાણ ગ્રહણ કરનાર અને ગ્રહણ  કરનારનું સ્પષ્ટ સ્વરૂપ કર્યું છે.

 

એકવીસમાં અધ્યયનમાં સાધુના આચાર-અનાચારનું વર્ણન છે.

 

બાવીસમાં  અધ્યયનમાં આદ્રકમુનિએ અન્ય દર્શાનીકોની કરેલી ચર્ચા છે.

 

ત્રેવીસમા અધ્યયનમાં પાશ્વનાથ પ્રભુની પરંપરા ઉદક પેઢાલપુત્ર અણગાર અને ગૌતમસ્વામી વચ્ચે થયેલો વાર્તાલાપ છે.

 

આ રીતે અન્ય દર્શાનીકોની વિવિધ વિચારધારાઓની દ્વારા સ્વદાર્શનના સિદ્ધાંતોને પુષ્ટ કરવા, તે આ સુયંગડાંગ સૂત્રની વિશેષતા છે.