ANGA AAGAM >> Thanang Sootra
 

 

 

 

 

 

 

 

 

English

 

શ્રી ઠાણાંગ સુત્ર

 

આ ત્રીજું અંગ સુત્ર છે.  તેમાં દશ સ્થાન- અધ્યયન છે. તેમાં સંજ્યના આધારે વિષયોનું સંકલન છે. પ્રથમ સ્થાનમાં

 

એક - એકની સંખ્યા ઘરાવતા વિષયો છે. જેમ કે આત્મા એક છે, લોક એક છે, અલોક એક છે. વગેરે બીજા સ્થાનમાં બે - બેની સંખ્યાવાળા, ત્રીજા સ્થાનમાં ત્રણ -ત્રણની  સંખ્યાવાળા, આ રીતે ઉત્તરોતર વૃધ્ધિ પામતા સંખ્યાક્રમથી દશમાં સ્થાનમાં  દશ-દશ સંખ્યક વિષયોનું  પ્રતિપાદન છે.

 

પ્રસ્તુત આગમમાં સંજ્યના આધારે વિષયોનું કથન હોવાથી કોઈ પ્રકારના કામ વિના જીવ, પુદગલ, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, ગણિત, દર્શન, અચાર, મનો વિજ્ઞાન વગેરે સેંકડો વિષયો સંકલિત થયેલાં છે.

 

આ આગમમાં સંજ્યની અપેક્ષાએ વિષયોનું કથન હોવાથી પ્રત્યેક કથન સાપેક્ષ છે. જેમ પ્રથમ સ્થાનમાં સંગ્રહનયની અપેક્ષા દંડ એક છે. તે પ્રમાણે કથન છે. પરંતુ ત્રીજા સ્થાનમાં વ્યવહારનયની અપેક્ષા એ તેના ભેદ કરીને દંડના ત્રણ પ્રકાર કહ્યા છે. આ રીતે પ્રત્યેક વિષયમાં સમજવું.

 

શ્રી ઠાણાંગસૂત્રમાં સેંકડો વિષયો સમાવિષ્ટ થવાથી તેને જૈનદર્શનની ડીક્ષનેરી કહી શકાય છે.